Tuesday, 8 August 2017

ગઝલ

રક્ષાબંધન દિનની શુભેચ્છા..

રેશમના તાંતણે પવિત્ર રક્ષણ  બંધાય.
બહેનના પ્રેમનું સતત મીઠું ઝરણ પમરાય.

હાથમાં બાંધે રક્ષાના કવચનું એ કોચલું
નથી કોઈ વાણી તોય સમજણ સમાય,

આયુષ્ય વધે, બુદ્ધિ વધે, વધે ધન ધાન
ભાઈને બહેનના આશિર્વચન અર્પણ કરાય,

સદા સુખી ને સ્વસ્થ્ય રહે એવી મહેંક
સંબંધના તાંતણા મજબૂત પ્રમાણ જણાય,

ઝળહળતી સફળતાની  જ્યોત ઝબૂકી
ભાઈ બહેન તો પ્રેમનું પહેરણ કહેવાય,

લડતા ઝઘડતા સમજણના એક તાંતણે
પરોવાઈ, મુસીબતોના રમખાણ સહેવાય,

લોહીના બંધને પુરાવાના પ્રમાણ વગરનું
સાચ્ચું ભાઈનું એ પાક્કું રહેઠાણ ગણાંય,

ભાઈની વ્યાખ્યામાં નથી કોઈ ફરિશ્તા
નથી કોઈ ફરિયાદ, છે એ અજાણ મુંજાય,

બહેનના પ્રેમની રક્ષાનું છે ધારદાર કવચ
રુહાના ધબકતા હ્રદયે જમણ ઊજવાય,

    -આરતીસોની રુહાના

No comments:

Post a Comment