Tuesday, 8 August 2017

ગઝલ

રક્ષા બંધનની શુભકામના
.
.
બાળપણની વાત મા તો સાથ મારી હોય બેન,
ને રમત ની જીત માં પણ સાથ મારી જોય બેન.
.
જો મને જીતાડવા એ મુજ થી હારી જતી,
જિંદગી માં જીત માટે પણ જરૂરી હોય બેન.
.
મારથી મુજને બચાવા ખુદ પર આરોપ લે,
ખુબ લડતો હું છતાં સંભાળ રાખે તોય બેન.
.
માં પછીતો લોક ઈશ્વર ને અહીં તો સૌ ગણે,
હું કહું છું માં પછી ઈશ્વર ને બદલે જોય બેન.
.
"મિત્ર" આ દુનિયાને આપે આજ તો કિમતી સલાહ,
સાથ આપો જો મુસીબત માં અગર હો કોય બેન.
.
                         મિત્ર રાઠોડ

No comments:

Post a Comment