*એક ગીત ફૂટ્યું*
સાદ પાડો તો મળવાને આવીએ.
ઈચ્છાની કોર પર સાથે બેસીને પછી શ્વાસોની સરગમ રેલાવીએ.
સાદ પાડો તો મળવાને આવીએ.
તારા તે દેશની મેં માટીની ગંધ પણ સાચવીને રાખી છે આંખમાં.
ટહુકો પાડીને તમે મોકલો કહેણ તો હું ઊંચી ઉડાન ભરું પાંખમાં.
સગપણની ડાળ પર ઉગેલી કૂંપળના ઝળહળતા ફોટા પડાવીએ.
સાદ પાડો તો મળવાને આવીએ.
નજરૂના સેતુથી બાંધીએ કેનાલ પછી આંસુના વહેણોને ખાળીએ.
ઝરમરતી લાગણીના ઓસાડીયા ચોપડીને ભીતરના ઝખ્મો પંપાળીએ.
પાંદડી બનું હું ને થા તું સુગંધ એવા અવસરિયા આંગણે રોપાવીએ.
સાદ પાડો તો મળવાને આવીએ.
*પીયૂષ ચાવડા*
No comments:
Post a Comment