ધરતી પર નું પાપ જોઈ પ્રભુ નું દિલ બળ્યું હશે
માટે તો ગગન નું વાદળ આટલું આજ રડ્યું હશે
નિર્દોષ લોકો ને મુંગા પશુ એ શું કર્યા હશે ગુન્હા
લાગે છે કે પૂર્વ જન્મ નું પાપ એમને નડયું હશે
ભુખ્યા ભુલકા ટળવળે છે ઠેરઠેર લાશો રખડે છે
કહાની ક્રૂરતા ની લખતા હૈયું વિધાતાનું ફફડ્યું હશે
હરિયાળી લહેરાતી ખેતરો માં ખુશી દેખાતી બધે
કાદવ કીચળ નજરે પડે હૈયું આજે કેવું રડ્યું હશે
શાંત બનાસ તોફાન કદી આટલું કરે નહીં “મૌન”
સ્વર્ગ ના સઘડા દેવો ના આંસુ નું પૂર ભળ્યું હશે
વિનોદ.બી.ગુસાઈ”મૌન”
No comments:
Post a Comment