ઘડી બે ઘડી હું 'ય મરવાને ઇચ્છું,
સ્મરણને દફન ત્યાંજ કરવાને ઇચ્છું.
કરીને જતન સાચવ્યું'તું જે આખર,
પ્હેરણ આતમનું બદલવાને ઇચ્છું.
હતો હું જ ઇશ્વર અને હું ખુદા પણ,
બની માનવી હું એ ભુલવાને ઇચ્છું.
રહે જો તમારી જ યાદોની મૌસમ,
બની મોર થનગાટ કરવાને ઇચ્છું.
નથી જો કશું કાયમી આ જગતમાં,
અજર ને અમર તો'ય બનવાને ઇચ્છું.
ડૉ. અયના ત્રિવેદી.
અયુ
3/8/17
©
No comments:
Post a Comment