શ્વાસ ને નિ:શ્વાસ કેવળ છે અમારા હાથમાં,
એ જ મૂડી ખાસ કેવળ છે અમારા હાથમાં.
બોલીએ તો કઈ રીતે ઘરબાર અંગે બોલીએ,
યાર! ઘરનો ભાસ કેવળ છે અમારા હાથમાં.
કોઈનો ચહેરો બરાબર કેમ ઓળખીએ કહો,
ધૂંધળો અજવાસ કેવળ છે અમારા હાથમાં.
ક્યાં સુધારો થાય છે અહીંની રસમ કે રીતમાં,
પૂર્વનો ઈતિહાસ કેવળ છે અમારા હાથમાં.
એક દિ' માણસ તરીકે સ્થાપના થાશે જરૂર,
એટલો વિશ્વાસ કેવળ છે અમારા હાથમાં.
-- હરજીવન દાફડા
( " આ બાજુના સૂરજ આડે " માંથી સાભાર )
No comments:
Post a Comment