Tuesday, 8 August 2017

ગઝલ

તને ના કદી હું  વિસરવાને  ઈચ્છું,
એ ધારું નહીં કે એ કરવાને ઈચ્છું.

તળેટીમાં  રહેવા હું  ઈચ્છું હમેશાં,
શિખર પર જઉં તો ઉતરવાને ઈચ્છું.

ઉકળતો ચરુ છું હું તારા ટીમ્બાનો,
કદી  ક્યાં ઠરી ઠામ ઠરવાને ઈચ્છું ?

હથેળીમાં પંખી હજી આવી બેસે,
હજી સ્વપ્ન મુઠ્ઠીમાં ભરવાને ઈચ્છું.

પવનની  ઉપર મ્હેક થઈને પલાણુ,
હું કણકણમાં એવું પ્રસરવાને ઈચ્છું.

               ભરત ભટ્ટ

No comments:

Post a Comment