ઊગવા કાજ ચાસમાં પેઠા
દીર્ઘ એકાંતવાસમાં પેઠા
હોઈએ પણ ન કોઈએ જોયા
જો અમે આ ઉજાસમાં પેઠા
હોઠ વર્ષો સુધી હતાં મૂંગા
પટ ગવાયું જો પ્યાસમાં પેઠા
થાય ઝાકળના સ્નેહનો અનુભવ
એ જ કારણ છે, ઘાસમાં પેઠા
નીકળ્યા નહિ કદી ય, જો પેઠા
એક વારે સુવાસમાં પેઠા
-- હર્ષદ ચંદારાણા
No comments:
Post a Comment