નજર થી નજર જો મળી ગઈ,
જીવન ની પથારી પછી ફરી ગઈ.
ના ઊંઘ આવે, ના ચેન પડે મન ને,
એ છોકરી જો દિલ માં વસી ગઈ.
સૂઝે નહીં કંઈ પણ સિવાય એના,
સપનાઓ માં એ જો અડી ગઈ.
હતો પહાડ સમ અડીખમ માણસ,
ચરણો માં એની ગળદન ઝૂકી ગઈ.
સમજ અને ચાલાકી બધી છોડી ને,
પાગલ પ્રેમી ની ખ્યાતિ મળી ગઈ.
કોને કોને સમજાવે પછી કારણો,
દુનિયા આખી એને જો નડી ગઈ.
દૂર થી જોયા કરે તો કેમ નું ચાલે?,
પ્રીત સ્મિત એનું સતત માંગી ગઈ.
છે ખુદ નો જ બધો ગુનો આ 'ધર્મ',
લાગણી તો બસ અમસ્તી વહી ગઈ.
~ધર્મેન્દ્ર સોલંકી.
૧૩:૩૬, ૧૦/૦૮/૧૭
No comments:
Post a Comment