નગદ શ્વાસ આપી અમે શ્યામ થોડો વહોરિયો,
અખિલ બ્રહ્માંડમાંથી એમ શ્યામ થોડો કોરિયો.
તોય એની અખિલાઇ એની એ રહી,
જળ જમુનાની ધાર ગાગરડીમાં વહી,
પહોંચી દિલની કુંજગલીમાં, મબલખ મહોરિયો,
નગદ શ્વાસ આપી અમે શ્યામ થોડો વહોરિયો,
વહોર્યે વહોરાય જાય દિલમાં ય એ માય,
ચપટીક તાંદૂલથી પણ એના વેપલા થાય,
બાકી જે બચ્યો'તો શ્યામ ચિતડાએ ચોરિયો,
નગદ શ્વાસ આપી અમે શ્યામ થોડો વહોરિયો,
મોહે શ્યામની સૂરત ને શ્યામની આ સિરત,
ને વાંસળીના સૂર કે જે વહે છે અવિરત,
વૈકુંઠનાથ બની બેઠો એટલે નંદનો એ પોરિયો,
નગદ શ્વાસ આપી થોડો શ્યામ અમે વહોર્યો.
-લતા ભટ્ટ
No comments:
Post a Comment