મિલન કેરા લીલા તોરણ પાંપણે સજાવીયે,
કે તમે સાદ આપો તો સજન મળવાને આવીયે.
પગલાના ભણકારા સજન આંખ્યુમા દીવા કરે,
તારી રાહના મીઠા ટહુકા મનભરી પીધા કરે,
લીલાચટ્ટક ઉજાગરા કંઈ કમ્ખે ત્રોફાવીયે,
કે તમે સાદ આપો તો સજન મળવાને આવીએ.
છાતીના પડછાયે સજન પાળ્યા છે ધકધકના પુર,
ઓણ સાલ મેઘાએ છેડયા શમણાં કેરા સાત સુર
પાવન પ્રિતનો પાવો સજન સંગાથે બજાવીયે,
કે તમે સાદ આપો તો સજન મળવાને આવીયે.
શૈલેષ પંડ્યા
No comments:
Post a Comment