Tuesday, 8 August 2017

ગઝલ

ખોદીએ એકાન્ત, લાવા નીકળે,
કેટલાં સ્મરણોના દરિયા નીકળે.

ધારી લ્યો કે,'આ હ્રદય એક ખીણ છે'
ચીસ  પાડો  એમાં  પડઘા  નીકળે.

જેટલી સંબંધની ઊંચાઈ હો,
એટલા ઊંડા ઉઝરડા નીકળે.

શખ્સ જેણે પ્રેમમય જીવન ગણ્યું,
એની  છાતીમાંથી  ખીલા  નીકળે !

શબ્દ છે ગેબી ધૂણી ગેબી સ્વરો,
એ ધૂણીમાંથી  ધખારા  નીકળે. 

                 ભરત ભટ્ટ

No comments:

Post a Comment