અછાંદસ.....
શિક્ષક બને જીવનનાં ઘડવૈયાં,
બાળપણથી લઇ સપનાનાં સોદાગર સુધી,
પાઠશાળા મારી જીવનનૈયાં,
શિક્ષણ મારું વહાલું મને,
પઢાવે અઘરું અને સહેલું મને,
માર ડુબકી આ દરિયામાં
તરી જઇશ તો થાશે બેડો પાર,
નહી તો;
તરી આવીશ કિનારે,
એવો આધુનિકતાનો લાગ્યો રંગ,
ક,ખ,ગ ભૂલી યાદ રાખ્યું A,B,C....
ભણીગણી જયાં બન્યો સાહેબ.!!
ના ભૂલ એ માતૃભાષાને,
છે આપણી એ શાન
જયાંથી મળ્યાં મોટાં માન,
લોકો પુછે ઓળખ તારી? અને શાન થી કહે!
Am gujrati ભૂલી ક,ખ,ગ ને
છીએ દેશનુ ઉજવળ ભાવી..
શિક્ષક છે તેના પ્રાણ દાતા
સમયની ફરી ચાલ એવી કે,
શિક્ષણ અને શિક્ષક ના બોલ બોલાયાં
બંને તારવે આ સમાજને..
એક તોલે છે અને બીજો તોલાય છે,
મારું શિક્ષણ, મારાં શિક્ષક.
પલ્લુ...
No comments:
Post a Comment