Tuesday, 8 August 2017

ગીત

*રક્ષાબંધન*

આજે રક્ષાબંધન ખમ્મા મારા વીરા,
દિલથી આપું આશિષ ખમ્મા મારા વીરા.

સુખ દુ:ખમાં આશ રહે છે તારી અમને,
તારામાં છે ઈશ્વરનો અંશ ખમ્મા મારા વીરા.

જુગ જુગ જીવે,લાંબું આયુષ અર્પે ઇશ,
સુખ મારું આપું ખમ્મા મારા વીરા.

રમતાં, પડતાને લાગે પગમાં ઠેંસ, પણ.....
કહેતાં તમને કે ખમ્મા મારા વીરા.

ખૂબ હતી તારી દાદાગીરી અમ પર,
દિલથી દેતાં દુવા ખમ્મા મારા વીરા.

બચપનની એ યાદો બહું વ્હાલી લાગે,
આંખો સારે આસું ખમ્મા મારા વીરા.

કાજલકાંજિયા "ફિઝા"

No comments:

Post a Comment