શહેર આખા માં અફવા છે,
પ્રેમ ની જ્યાં ત્યાં બહુ હવા છે.
પૈડું છે, ફરવું કામ છે એનું સદા,
રસ્તા ક્યાં બધા મળ્યા નવા છે?
અધુરા પાગલ ને પૂરા પાગલ છે,
માણસો ડોઢ નહીં, ડાહ્યા સવા છે.
ઝાંકળ સ્પર્શે પર્ણને ને એ પછી,
જોયા પાન ના રંગ કેવા કેવા છે?
અલગ છે લાગણીઓ બધા ની ને,
પ્રેમ ના અલગ અલગ બધા દાવા છે.
થયું છે મન કેમ આજે ચંચળ આમ,
ગઝલો-ગીત મીઠા એને હવે ગાવા છે.
ના ગીતા ના શ્લોક, ના આયાત કુરાનની,
પાગલ ને તો શબ્દ તારા સાંભળવા છે.
થયો છે એ કેવા રોગ નો મરીઝ 'ધર્મ',
જેની ફક્ત તું ને, માત્ર તું જ દવા છે.
~ધર્મેન્દ્ર સોલંકી.
૦૮:૦૦, ૩૧/૦૮/૧૭
No comments:
Post a Comment