હા કહુ કે ના,હ્રદયને બસ કણસવાનુ
પાસ રહુ કે દૂર ભીતર તો તડપવાનુ
પાસ હો તો પૂર ને જા દૂર તો દુષ્કાળ
સાથ વરસે તોય આંખોને તરસવાનુ
રોજ ખુદની ભીતરે તારો થઈ ઉગવુ
અન્યની આંખે થઈ આશા ઝળકવાનુ
એષણાની સાથ જન્મુ ને મરું નિશદિન
સ્વપ્નના શબને ધરી ભીતર ધબકવાનુ
ક્યા સુધી ભીતર થઈ દાહક સળગવાનુ?
બસ હવે તો જ્યોત થઈ બાહર પ્રગટવાનુ
કિરણ જોગીદાસ"રોશન"
No comments:
Post a Comment