Friday, 1 September 2017

ગીત

*ચાલ ઓઢાડું તને પ્રેમની છત્રી*

ભીંજવે તને વાદળ વરસી વરસી,
આવ ચાંપૂ તને હૈયા સરસી,
ચાલ ઓઢાડું તને પ્રેમની છત્રી.

ના બેસ મારાથી અળગી,
આવ બેસીએ પ્રેમથી વળગી,
ચાલ ઓઢાડું તને પ્રેમની છત્રી.

સ્પર્શ આપું તને હું એવો,
વળગીને મને થઈ જા તું વેલો,
ચાલ ઓઢાડું તને પ્રેમની છત્રી.

ભલેને આપણે ગરીબીથી ઘવાયા,
નિર્મળ પ્રેમ કરીને બનશું સૌથી સવાયા,
ચાલ ઓઢાડું તને પ્રેમની છત્રી.

રાખ વિશ્વાસ કહે તને આ અષાઢ,
સવાલ બધાં બની જશે જવાબ,
ચાલ ઓઢાડું તને પ્રેમની છત્રી.

*કાજલ કાંજિયા "ફિઝા"*
*31/8/2017*

No comments:

Post a Comment