Friday, 1 September 2017

ગઝલ

રણ મહી ભીનો પવન શોધુ
પાનખરે લીલો ચમન શોધુ

આંખમા ચોમાસુ ચોધાર
બસ હવે થોડી અગન શોધુ

આ જગતથીને સમેટાઈ
નિજ મહી આખુ ગગન શોધુ

હારુ ના મુજથી કદી પણ હું
મુજ મહી એવુ ટશન શોધુ

પ્રેમ વરસાવે સતત મુજ પર
ભીતરે એવો સજન શોધુ

કિરણ જોગીદાસ

No comments:

Post a Comment