Wednesday, 27 September 2017

ગઝલ

ગઝલ : વિજય રાજ્યગુરુ

ભીડમાંથી હું બરાડું  છું અને તું સાદ સાંભળતો નથી !
તું નજર નાખી મને તારી નજર સાથેય સાંકળતો નથી !

ધૂળ બીજું કૈં નથી એ છે પહાડોની ખરેલી ચામડી,
એટલે રસ્તો કદી ઝરણાં સમો ક્યારેય ખળખળતો નથી !

સૂર્યની જે એષણા ટપક્યા પછી થીજી જઈ તડકો બને,
મીણ શો બીબે ઢળેલો હોય છે ને તો ય પીગળતો નથી !

આ નગર છે કે ગુફા જેવું જ અજગરનું ઉઘાડું મોં ? કહો,
જે પ્રવેશે , મૂળ રૂપે એ ફરી પાછો કદી વળતો નથી !

તું અગાસીમાં ચડીને એટલું ને એ જ એ જોયા કરે,
બોરસલ્લી આટલું પથરાય પણ ચંપો હજી લળતો નથી !

27092017

No comments:

Post a Comment