[9/5, 3:34 PM] +91 99259 88794: ઉલેચવા અંધારા એકાદ સવાર મળે
આથમે જીવતર એ પહેલા એક ઉજાશ મળે.
દરિયા જેવી વિશાળ આ ઈચ્છાઓ પથરાઈ
ગુંચવાઈ જવાય મધદરિયે એ પહેલા એક પતવાર મળે.
જિંદગી દોડાવે ખુબ અંતિમ શ્વાસ સુધી
ક્યારેક તો ક્યારેક ખાવાને પોરો એક શ્વાસ મળે.
વાવેતરતો કરી નાખ્યું સમયસર ચોમાસે
આ હૈયાને હવે ઉગતી કૂંપણની ભીની લીલાશ મળે.
બાકી છે...બાકી છે લાગ્યાં કરે છે ખુબ
આ અશાંત મનને કશું પામ્યાનો પરિતાપ મળે.
મંદિરોની દુનિયા ઝાકઝમાળથી ભરપૂર લાગી
ઉતરો હવે "નીલ"ખુદ અંદર શોધવા એકાદ ઈશ્વર કદાચ સાદો ને સાચો મળે.
રચના: નિલેશ બગથરીયા
" નીલ"
[9/5, 9:27 PM] +91 99259 88794: અટક્યો ત્યારે હાથ જાલી તાર્યો
ભટક્યો ત્યારે સાચો રાહ બતાવ્યો.
પાટીમાં તો એકડો એવો શીખવ્યો
જીવતરનું ગણિત ગણાતો કર્યો.
મૂળાક્ષરથી શબ્દ ને શબ્દથી વાક્ય
વાંચતો લખતો ને સમજતો કર્યો.
ઇમારત આજ આ મજબૂત દેખાય ઘણી
પાયો લાગે છે ઊંડો કોઈએ ખોદ્યો.
કલાકાર કહો કે કસબી
ગઝબ ઘાટ એને આજ તો ઘડ્યો.
મૂર્તિ કદાચ મનમોહક હોઈ શકે છે
પણ બની ઈશ્વર અંશ પ્રાણ એને આજ પૂર્યો.
કોરી પાટી જીવતર મારુ "નીલ"
આ ગુરુએ હેતથી જ્ઞાન બાગ ખીલવ્યો.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Wednesday, 6 September 2017
૨, અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment