[9/1, 9:26 PM] Sanjay Javiya: રસથાળ :-
– અન્ય રચનાઓની ઝાંખી –
“કંઇ એવું કર ખુદા કે તને થોડો જશ મળે,
હું પણ કહું બધાને પરવરદિગાર છે !? “
“ઊર્મિની એક ઝૂંપડી દિલમાં બળી હતી,
તે દિવસે ચારેકોર અજબ રોશની હતી.”
“જીવનમાં શું હતું ? છતાં જીવી ગયા અમે
ફીકી ગઝલની સારી રજૂઆત થઇ હતી.”
“આખી દુનિયાથી અબોલા ભલે રાખું કિંતુ
એક ઊર્મિ જો મળી જાય તરત વાત કરું-“
“ઘણાં દિવસ પછી બારીએ કાગડો આવ્યો;
ને કહી ગયો કે હવે કોઈ આવનાર નથી.”
“જીવનની હકીકત પૂછો છો? તો મોત સુધીની રાહ જુઓ,
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે?”
“એક પ્રણાલિકા નભાવું છું, લખું છું ‘સૈફ’ હું,
બાકી ગઝલો જેવું જીવન ક્યાં હવે જિવાય છે!”
“તમે આવી શકો એ તો વિષય એક આસ્થાનો છે,
તમે આવી ગયાં એ તો પ્રસંગ એક વાર્તાનો છે.”
“યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું :
કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી.”
“સામે નથી કોઇ અને શરમાઇ રહ્યો છું,
હું પોતે મને પોતાની દેખાઇ રહ્યો છું.”
'સૈફ' પાલનપુરી
🌿
[9/1, 9:26 PM] Sanjay Javiya: હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ
__________________________
ખુશબૂમાં ખીલેલાં ફૂલ હતાં, ઊર્મિમાં ડૂબેલાં જામ હતાં;
શું આંસુનો ભૂતકાળ હતો -શું આંસુનાં પણ નામ હતાં?
થોડાક ખુલાસા કરવા’તા થોદીક શિકાયત કરવી’તી,
ઓ મોત જરા રોકાઈ જતે, બેચાર મને પણ કામ હતાં.
હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંજિલ પણ મશહૂર હતી, કંઈ રસ્તા પણ બદનામ હતા.
જીવનની સમીસાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછા પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં.
જે પેલા ખૂણે બેઠા છે એ ‘સૈફ’ છે, મિત્રો જાણો છો?
એ કેવા ચંચલ જીવ હતા, ને કેવા રમતારામ હતા!
--સૈફ’ પાલનપુરી
🌿
[9/1, 9:27 PM] Sanjay Javiya: જવાનીમાં જીવન પર થઈ શક્યું ક્યાં કંઈ મનન જેવું
__________________________
કદી વસ્તીભર્યું લાગ્યું કદી વેરાન વન જેવું,
જવાનીમાં જીવન પર થઈ શક્યું ક્યાં કંઈ મનન જેવું.
સૂરજ ઊગ્યો છે લાવો થોડી શબનમ હું ય વરસાવું,
તમારી યાદ રૂપે છે હ્રદયમાં કંઈ સુમન જેવું.
કોઈ જો સહેજ છેડે છે તો એ શરમાઈ જાય છે,
તમે દિલમાં વસ્યાં તો થઈ ગયું દિલ પણ દુલ્હન જેવું.
તમે રિસાતે ના તો પાનખરનો ક્રમ ન જળવાતે,
અમારી ભૂલ કે દિલને સજાવ્યું’તું ચમન જેવું.
હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મ્રુત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
‘સૈફ’ પાલનપુરી
🌿
[9/1, 9:27 PM] Sanjay Javiya: ને સાંજે ડાહ્યો થઈને ઘેર આવી જાય છે તડકો
__________________________
સવારે શિશુની જેમ દોડી જાય છે તડકો
ને સાંજે ડાહ્યો થઈને ઘેર આવી જાય છે તડકો
જરા મૂંઝાઈને જો બંધ બારીઓ ઉઘાડું છું
તમારું નામ લઈને અંદર આવી જાય છે તડકો
બહુ શરમાળ છે થઈ જાય છે એ ચાંદની જેવો
જો રાતે સહેજ અંધારામાં લપસી જાય છે તડકો
ઘણાં એવાંય ઘર છે જ્યાં જરૂરત પણ નથી તોયે
બહુ નફ્ફટ બનીને રોજ પહોંચી જાય છે તડકો
રખડતો જીવ તો છે પણ-સ્વભાવે બહુ સ્વમાની છે
અમુક ઘરના તો ઉંબરામાંથી ભાગી જાય છે તડકો
હજારો વર્ષ વિત્યાં તોય શિષ્ટાચાર ના શીખ્યો
કોઈ બોલાવે, ના બોલાવે આવી જાય છે તડકો
જગતની ભીની ઝૂલ્ફોનાં રહસ્યો એ જ જાણે છે
વીતી છે રાત કઈ રીતે એ વર્તી જાય છે તડકો
કોઈ રોનકભર્યાં ખંડેરમાં જઈ સૈફ જોઈ આવો
બહુ જો થાક લાગે તો બેસી જાય છે તડકો.
--સૈફ’ પાલનપુરી
🌿
[9/1, 9:27 PM] Sanjay Javiya: અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.
તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.
તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે.
મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.
હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.
– ‘સૈફ’ પાલનપુરી
No comments:
Post a Comment