Wednesday, 6 September 2017

ગઝલ

🎬🎬 હઝલ 🎬🎬

થઈ 'તી ખાલી વાત, કીધું કંઈ નથી.
છે મને સૌગંધ, પેલું કંઈ નથી.

ચંદ્ર ની વિદાય વેળા જે વહે,
આંસુ તે, ઝાકળ છે બીજું કંઈ નથી.

ઊંટ જેવો રણ વચાળે મ્હાલતો,
બેશરમની જાત, સીધું કંઈ નથી.

હાથમાં લઇ દિલ ઉભો રાહમાં
એ હસીના, લઇ લે, ખોટું કંઈ નથી

ચાલચલગત દેખ ‘મંથન’ની જરા,
લડખડાતો જાય, પીધું કંઈ નથી.
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment