આજે જોગાનુજોગ મેં બપોરે એક ગરબો લખ્યો એ
સવા બસેરના દાતરડા ના રાગમાં. ..
નવરંગી માં તારી ચૂંદડી રે લોલ...
હીરની મેલી છે કિનાર, મારી માવડી રે લોલ
મંદિરે હાલી હું ઉતાવળી રે લોલ..
સોળે શણગાર માને શોભતા રે લોલ .
મઘમઘતી વેણી સોહાય ,મારી માવડી રે લોલ
મંદિરે હાલું હું ઉતાવળી રે લોલ...
ગરબો કોરાવ્યો મોંઘા મૂલ નો રે લોલ..
ઝગમગ દીવડો મહીં થાય, મારી માવડી રે લોલ .
મંદિરે હાલી હું ઉતાવળી રે લોલ...
માનો ગરબો ગુંજે ચૌદ લોક માં રે લોલ..
અંતરે અજવાળું રેલાય , મારી માવડી રે લોલ...
મંદિરે હાલી હું ઉતાવળી રે લોલ.....
દીપ્તિ બુચ
28 - 9-17
Thursday, 28 September 2017
ગરબો
Labels:
દીપ્તિ બૂચ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment