Monday, 23 October 2017

ગઝલ

વાત મીઠી કાનમા કીધી હશે
ચાતકે એ રાતને પીધી હશે

ચાંદની ઢોળાઈ ગઈ આભથી
યાદ એણે સાનમા દીધી હશે

અશ્રુઓ બસ એટલે રોકાઈ ગ્યા
આંખને પણ બાનમા લીધી હશે

ને એટલે ચ્હેરો શરમથી લાલ થ્યો
એ તરફ પણ આંગળી ચીંધી હશે

ઉર્મિઓ ભીતર બધી ઘાયલ થઈ
તીરછી ફેંકી નજર વીંધી હશે
# કિરણ જોગીદાસ

No comments:

Post a Comment