વિંધાયેલા મોતી જેવું,
મન છે સાવ લખોટી જેવું.
સાંજ પડે ને થર થર કાંપે,
સાલ્લુ બીકણ ફોસી જેવું.
ઢંઢોળું પણ સૂતુ રહેતું,
દિવસ- રાત અઘોરી જેવું.
અંદર એનાં નાટક નખરાં,
બાહર થી તો જોગી જેવું.
પળમાં રીઝે, પળમાં ખીજે,
એ તો છે મનમોજી જેવું.
તેજ હવાની સંગે ભાગે,
હાલક ડોલક હોડી જેવું.
વાતે વાતે પંગા લેતું,
થાતું જાય ટપોરી જેવું.
--પારુલ ખખ્ખર
No comments:
Post a Comment