ઝાડ પર બેઠેલ પક્ષી આજે ખૂબ ઉદાસ છે;
એને કઠિયારો મળ્યો ને ડાળીનો સંગાથ છે.
છે અનાગતનાં જ જેવાં ઈંડાં ઊંચે આભનાં--
ને ઉપરથી યુદ્ધના ભણકાર બિલકુલ પાસ છે.
કોઈ ટીંટોડી કરે છે કારમો કલ્પાંત કંઈ--
ઘંટહીણો હાથી છે ને યુદ્ધનો ઉન્માદ છે !
વૃક્ષએ ઊડવું કે ફસવું બે વિકલ્પે કહી દીધું--
ઊડી જા; વેળા-કવેળા નીતિહીણું રાજ છે !
એજ ચિંતાને ઊછેરે જેને એનો ફાયદો--
ને ઉપરથી પૂછતા કોણે બિછાવી જાળ છે ?!
18:59 -------ગુણવંત ઉપાધ્યાય
11102017
No comments:
Post a Comment