Thursday, 12 October 2017

ગઝલ

તારા થકી......!

આ જગત પર પ્યાર નો અહેસાસ છે તારા થકી,
ને  અમાસી રાત નો   અજવાસ  છે  તારા થકી .

જિંદગીમાં કોઇ મૂંઝવણ હોય તોપણ શું થયું ?
શ્વાસમાં  ઊર્જા  ભરેલો  શ્વાસ  છે  તારા થકી .

જો  કદી  દૈવત  કરે  ચૂકી  જવાશે   રાહ પર,
તો  સમયસર સત્યનો  અભ્યાસ છે તારા થકી.

આમ તો જીવનમરણનો ખ્યાલ છે ધરતી ઉપર
સેંકડો  જનમોજનમ  સહવાસ છે  તારા થકી .

હોય તડકો  કે  પ્રબળ  આંધી પવનના  સંકટો,
ઓ પરમશકિત  સદા  વિશ્વાસ છે તારા થકી .

જ્યાં હૃદયની  વેદના કે મોહ પળપળ પીગળે ,
ત્યાં  સમર્પણ ભાવ ને સંન્યાસ છે તારા થકી .

                              @  નૈષધ મકવાણા

No comments:

Post a Comment