હરિ કરે તે ખરું : ગીત
મનવા રઘુવર હ્રદયે ધરું ...
મનવા હરિ કરે તે ખરું ...
રાત દિવસ શ્રાવણ ભાદરવે અંધારે અજવાળે
સૂરજ કિરણોનું ઝાડુ લઈ કોણ આયખું વાળે?
બંને આંખેથી ઝળહળ ઝળહળ થઈ જઈને ઝરું!
મનવા હરિ કરે તે ખરું!
લખચોરાસી ફેરા ફરતાં ફરતાં ના હું થાકું?
તોય હરિને કેમ કરીને શુંય પડ્યું છે વાંકુ?
એક ધરી પર સ્થિર છતાંયે ગોળ ગોળ હું ફરું!
મનવા હરિ કરે તે ખરું ...
મનવા રઘુવર હ્રદયે ધરું ...
મનવા હરિ કરે તે ખરું ...
- હરિહર શુક્લ
૧૪-૧૦-૨૦૧૭
# રિવ્યુ માટે
No comments:
Post a Comment