તમે પણ છબછબ કરતા હતા?
કે જન્મ્યા ત્યારથી તરતા હતા?
અમે ના શીખી શક્યાં હજી,
તમે ખોયામાં લખતા હતા?
અચાનક એ મોટા થઈ ગયા!
મને કાયમ જે મળતા હતા.
હવે પગ માથે મૂકી ફરો!
તમે પણ રસ્તે ફરતા હતા!
હે કવિ! તું તારે લખ જે ગમે!
તને સીમાડા નડતા હતા?
-સંદિપ આર. ભાટીયા
No comments:
Post a Comment