Thursday, 12 October 2017

ગઝલ

ક્યાં હંમેશા આવાસી છે
આ શ્વાસો તો પ્રવાસી છે

થૈ સઘળે સચની હાંસી છે
મળતી જુઠને શાબાશી છે

આવા દે થોડીક હવા તું
થઈ ચૂકયો અતિશય વાસી છે

ખુપતા રે અંદર ને અંદર
ઈચ્છાઓ તો આભાસી છે

કપડાં પેર્યા સારા બાકી
ભીતર આખો વનવાસી છે.

જાગ્યા જ્યારે મારા 'હોશ'
આ સ્થળ કાબા ને કાશી છે.

-  શ્રેયસ ત્રિવેદી ' હોશ'

No comments:

Post a Comment