ગઝલ – વાદળ ઉપર...
મોર પિચ્છ જૂઓ તરે છે જળ ઉપર ;
યાદ રાધાની વહે ખળખળ ઉપર.
લાગણીઓ તો તીડોના ટોળા છે.
ચાડિયો થઇ ઉભો છું ભાગળ ઉપર.
સર્વ કોરા ને મને એ ભીંજવે ;
નામ ક્યારે હોય છે વાદળ ઉપર .
પરપોટા જેવી ક્ષણીક છે જીંદગી ;
તેથી શ્વાસો ને લખ્યા ઝાકળ ઉપર .
એટલું બસ કાફી છે , ” વ્હાલી સખી “;
શું લખું આંસુ ભીના કાગળ ઉપર .
દિલીપ વી ઘાસવાલા
No comments:
Post a Comment