Monday, 2 October 2017

ગઝલ

ગઝલ

રોજ છૂટે ગોળીઓને ,ઘડ હજી વિંધાય છે,
રામના ઉચ્ચારણોથી આ જગત પડઘાય છે.

ધાડ, લૂંટો,ખૂનના કારણ બની દુભાય છે,
નોટમાંથી ચીસ જેવું રોજ કઇ સંભળાય છે.

હાર સાથે,માત્ર દીવાલો ઉપર ઓફિસમાં,
પ્રેમપૂર્વક, રોજ ગાંધી આપણાં પૂજાય છે.

આચરણમાં પણ મૂકીને બહાર કાઢોને હવે,
એક ગાંધી,ચોપડીની કેદમાં  ગૂંગળાય છે.

સત્ય થોડું મેં  પચાવ્યુંં ,ને અસર બ્રહ્માડમાં,
સ્મિત બોખું,હર કણેકણમાં  હવે હરખાય છે.

પીયૂષ ચાવડા

No comments:

Post a Comment