કટુ વાર કરતાં સવાલો ઘણાં,
હ્રદય ભાર કરતાં ખયાલો ઘણાં.
સમય ના પ્રભાવે ચલે જિંદગી,
નવાં પાંગરે સૌ વબાલો ઘણાં.
કદમ બે કદમ સાથ ચાલે ફકત,
ધરે હુંફ થોડી મલાલો ઘણા.
અહીં માંગવા થી મળે ના કશું.
સહે આફતો ના જવાલો ઘણાં.
ઉમંગો જગાવી મળે હેત થી,
અભાવે ચલાવે જમાલો ઘણાં.
જગત ચાલ નોખીજ ચલતું સદા,
નવા આંખ જોતી કમાલો ઘણાં.
ખરી ક્યાંક માસૂમ ડગર સાંપડે,
નડે ઠોકરોના ઉછાલો ઘણા.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment