Thursday, 12 October 2017

અછાંદસ

કોઇના મીઠા મીઠા સ્મરણો
તીક્ષ્ણ ટાંકણાં બનીને,
મુજ ભીતર ખૂણે ખૂણે ઘૂમ્યા કરે,
ટોચ્યા કરે,
ખોતર્યા કરે,
ચણ્યા કરે,
.
કોઈના મીઠા મીઠા સ્મરણો,
તીક્ષ્ણ ટાંકણાં બનીને,
પળ પળ અવનવા આકાર અને પ્રકારમાં
મુજને બદલ્યા કરે.
.
~ સંજય એ. પરમાર

No comments:

Post a Comment