Thursday, 12 October 2017

ગઝલ

' હું ' પદમાં સુંદરતા લાગે ?
તોડો તો શ્રીફળતા લાગે .

શ્રધ્ધામાં છે ખામી નહિતર ,
જન -જનમાં ઇશ્વરતા  લાગે .

ઇર્ષ્યાનું વિષ પી લેશો તો ,
જીવનમાં શંકરતા લાગે .

અધકચરા માણસ જોવું તો ,
મનમાં  મનમાં બળતાં લાગે .

જીભ વધારે બોલી ગઇ છે ,
તેને લોચા વળતાં લાગે .

રક્ષા

No comments:

Post a Comment