એક અછાંદસ કાવ્ય
એણે અભેરાઈ પરથી ડબ્બા ઉતાર્યા, ઝડી ઝાપટી બાવા જાળા પાડ્યા,
થાળી ,વાટકા ,લોટા માંજયા, પિત્તળના ડબ્બા ચમકાવ્યા. .
પૂજાનો રૂમ ,ડ્રોઈંગરૂમ ને કબાટ, બધું ઠીકઠાક ..
ઘરનો ખૂણેખૂણો ચોખ્ખો ચણક,આવી દિવાલીની રોનક...
અચાનક સામેના ઘરમાં નજર પડી, થોભી ગઈ બે ઘડી. .
મોટાભાઈ ભાભી હારેલા ઉદાસ, નજરમાં એજ મળવાની આશ..
મન દસ વર્ષ પાછળ ધકેલાયુંને ભૂતકાળ ડોકયો,
બોલાચાલી ઝગડો ને ભાગલાનો માર્ગ દેખાયો...
બસ..વેરઝેરના જાળા ને મન થયું મેલું, દસ વરસના કચરાને પાછળ કેમ ધકેલું?..
પણ નિશ્ચય કર્યો ,લાવ આગળ વધું .
જ્યારે આ જુનાં બાવાજાળા ની સફાઈ થશે, તો સાચી દિવાળી થશે..
એ આગળ વધી ,પૂરો કરવા નિર્ધાર, લખલખ દીવડાનો ઝગમગાટ દેખાયો ચોપાસ...
દીપ્તિ બુચ
આછંદસ કાવ્ય ' દિવાળી'
Thursday, 12 October 2017
અછાંદસ
Labels:
દીપ્તિ બૂચ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment