*== આઘાત ==*
દિવાળીને ઉતારો દેવા,
ઘરનો ખૂણેખૂણો
પ્રિયા સાફ કરતી હતી.
એક ખૂણામાં
હલબલી ચિત્કારી ઊભી રહી ગઈ.
ગાલ ગગન પર
અશ્ક વાદળી ખરી, સરી
છેક ચરણતલ લગી.
અને
અસ્તાંચલે સૂર્યની જેમ
મારા ખભે મસ્તક ઢાળી દીધું.
કાજળ હવા થઇ ગયું.
શ્યામવત ખૂણો,
ઉદરડીનું બચ્ચું શ્યામવત.
અમે ડાઘુ થયા:
ફરી પૂર્વવત સાફસૂફી.. શરૂ,
દિવાળીને ઉતારો દેવા.
ફરી એવું જ દ્રશ્ય...
હૈયું વલોવાયું.
ને સપનાની છાસ થઇ.
હથેળીથી નવનીત સરકી ગયું.
ને હું
ઉંદરડીની શબયાત્રા લઇ નીકળ્યો.
કાજળ હવા થઇ ગયું
શ્યામવત બધું.
== મંથન ડીસાકર (સુરત)
*તા. ૧૨/૧૧/૨૦૧૭ ગુરુવાર* (૧૩૨)
Thursday, 12 October 2017
અછાંદસ
Labels:
મંથન ડીસાકર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment