હું તો લાવું ભરી છલોછલ બેડું
હું તો સરિતા લાવું
મૂકી બેડું પાણિયારે
માથેથી લઇ ઉતારું
થાઉં ઘેલી એવી
દરિયા સાથે એને લાવું
ભરું ઘૂંટ એકેકને
ઘૂંટડે ગંગાસાગર લાવું
ભીંજાઈ પળપળ પ્રેમઘુંટનાં
ધસમસ પૂર લાવું
કરે જેમ ગાગરસાગર
જળક્રીડા દર્પણનું નૂર લાવું
તરસ્યા મૃગજળ છોડી
એના હર્ષાશ્રુ
મારા ખોબામાં લાવું
બનું પાગલ મુઠ્ઠીમાં
માટી લઇ
મીઠી સોડમ લાવું
નાના પગલાંના
પડછાયા પાડી
હૈયે હરણાંની છાપ લાવું
- કિન્નરી દવે
No comments:
Post a Comment