Thursday, 12 October 2017

ગઝલ

આટલો તો પ્રબંધ કરવો છે,
આયનાને જ અંધ કરવો છે.

હાથ  હેઠા  પડે  ન  એ  માટે,
ખૂબ મજબૂત સ્કંધ કરવો છે.

હું તરસ છું હા, કૈંક જન્મોની,
જળની સાથે સંબંધ કરવો છે.

તીરની રાહ જોઉં ક્યાં સુધી,
તારે ક્યારે કબંધ કરવો છે ?

શબ્દના પીપડામાં પૂરી દઈ,
એક વિચાર બંધ કરવો છે.

         ભરત ભટ્ટ

No comments:

Post a Comment