Thursday, 12 October 2017

અછાંદસ

ગામનાં સરપંચની ડેલીમાં પેસતાં જ.
દરબાર ભર્યો હોય એમ સૌની વચ્ચે બેઠેલા(સરપંચ)!!!!!????
(ખાલી)નામના જ બાપુ હોય
એવા દીદારો આલમના ધણીને
રામ રામ કર્યા...(??????)
કહ્યું:અમે અસ્પૃશ્યતા નિવારણ અંતર્ગત
આપનો ઇન્ટરવ્યૂ લઈ આપના ગામના દલિતોની સ્થિતિનો તાગ લેવા આવ્યા છીએ..
ડાયરામાં
સ્તબ્ધતા.....!!!!!!
સ્તબ્ધતા વીંધી બાપુ બોલ્યા:
મૂછમાં મલકતા મલકતા
"તેં હેં સાહેબ,
તમે ચેવાસોં ???
એટલ ક્ ચૈ નાતના ?"
પ્રશ્નાર્થ ચહેરે
અમે એમને
ને

અમને જોઇ રહયા....
અને
ડાયરાની છે.....ક આઘે બેઠેલો એક આધેડ
તૂટેલા નાકા વાળા કપમાં
ચા પીતો પીતો
અમારા સામું
મરમાળ મોઘમ હાસ્ય વેરી રહ્યો.....

                  -તુરી રાહુલ "ઝીલ"

No comments:

Post a Comment