Thursday, 12 October 2017

ગઝલ

તું   મને  ચાહવાનું  છોડી  દે,
કા   મને  માપવાનું  છોડી  દે.

અશ્રુ  આપી  મને યાદોનાં તું,
આ વિરહ આપવાનું છોડી દે.

આળ ઝાઝા ચઢાવી શિર મારે,
વાડમાં  નાખવાનું  છોડી   દે,

હોઉ તારી સજન જો હું મંઝિલ,
તો  મને   ટાળવાનું   છોડી  દે.

આ *ફિઝા*આવતી જોવી હો' તો,
બારણાં  વાખવાનું  છોડી  દે.

*કાજલ કાંજિયા "ફિઝા"*

No comments:

Post a Comment