Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
🌞 સૂર્યોદય🌞
જે થયું તે સારું થયું. આંગણે અજવાળું થયું.
ચાંદ ઊગ્યો આત્મા ઉપર, જાત સાથે વાળું થયું.
મીણ શી આંખોના તળે, આશનું ગરનાળું થયું.
શ્વાસના હિંડોળા ઠર્યા, કોઈ શર પરબારું થયું.
ભીત વચ્ચે એકાંતથી, દૂર ભાગતું જાળું થયું.
-શીતલ ગઢવી"શગ"
No comments:
Post a Comment