ગઝલ : વિજય રાજ્યગુરુ
ચોમેર વિસ્તરેલું વેરાન એક રણ છે !
તારા વગર નગરમાં હું છું, ઉદાસી પણ છે !
ક્યારેક પત્ર લખવો ને એ ય સાવ કોરો ,
સંબંધની ય તારી અદ્ભુત સાચવણ છે !
અસ્તિત્વને સ્મરણથી ડચકારવું પડે છે ,
તારા સુધી જવાનો રસ્તો બહુ કઠણ છે .
ધૂળમાં લખેલ અક્ષર ધૂળથી જ ઢાંકવાના,
પથ્થરને શું ખબર એ કેવી હરેક ક્ષણ છે !
ખેપટ ઊડે નહીં કે પગલાં ય ક્યાં પડે છે ?
તારા સ્વભાવ જેવાં ઉમટી પડેલ ધણ છે !
(2005 માં પ્રકાશિત 'અવઢવ' સંગ્રહમાંથી)
No comments:
Post a Comment