आंखना જળથી કદી ક્યારેય ઉગરવાનુ થયું ?
જળની અંદર આપણે ઊંડા ઉતરવાનું થયું !
આભ લગ ઊંચે ગયાં તો ત્યાંય શાતા ક્યાં મળી,
એટલે કે, वांस-वनमां આગ ઝરવાનું થયું.
એય સાચું આપને વિસારવા કોશિષ કરી,
એય સાચું આપને પાછું ય સ્મરવાનું થયું.
એક સરવર જેમ આછરવું પડ્યું વરસો સુધી,
आंखमां पण કેટલાં સ્મરણોને તરવાનું થયું ?
જેમ કોઈ પર્ણ ખરવાની ઋતુ બેસે અહીં,
આપણી સંવેદનાને એમ ખરવાનું થયું !
ભરત ભટ્ટ
No comments:
Post a Comment