Saturday, 14 October 2017

ગઝલ

ડુસકાઓમાં છે ગઝલ અટકી
જે શાખે બેઠો તો એજ બટકી

બંધિયાર સરોવર આંસુઓનું
કેમ કરી ભરવી ત્યાંથી મટકી

ડુમાઓનું એક નગર રચાયું ને
એની જ ગલીમાં ચાલ અટકી

તારી ને મારી એક આંખ થઈ
જમાનાને આ જ વાત ખટકી

એક છાલક કરી ગઈ ઘાયલ
ભીની ઝુલ્ફો એને જયારે ઝટકી

હસું કે રોઉં એવી એક દ્વિધા
પ્રેમમાં આ કેવી તલવાર લટકી

"પરમ"ની શોધમાં થયો પરત
જાત"પાગલ"થઇ ખુબ ભટકી

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

No comments:

Post a Comment