Saturday, 4 November 2017

ગઝલ

જાતથી ખુદને પરિચિત રાખ તું
એક આઈનાને નિયમિત રાખ તું

જોઈ ના લે કોઈ તારા દર્દને
 આઈનો એ દિલનો ખંડિત રાખ તું

બેસવાને આવશે ભમરા બધા;
ફૂલ સૂકા, પણ સુગંધિત રાખ તું.

કોઈ ભૂલી જાય ના આસાનીથી;
નામ હર અફવામાં  ચર્ચિત રાખ તું.

અટકી ના જાયે કદી કોઈ જગા;
જાતને 'સર્જક'  પ્રવાહિત રાખ તું.
-સર્જક

No comments:

Post a Comment