Saturday, 4 November 2017

ગઝલ

મધરાતે    હવે      આવી   છે       ગઝલ
પુછો   ક્યાં    અંધારૂ    લાવી છે    ગઝલ

તડપતા   રહ્યા   ક્ષણિક   મુલાકાત   માટે
જરા શણગારો મારે પણ જોવી છે ગઝલ.

વાતો  બહુ કરે  છે  મૃત્યુ ની જગત  આખુ
અહીં લઈ આવો આંસુ થી ધોવી છે ગઝલ

કહે  છે   જામની     જેમ  કડવી   હોય છે
જરા  ચખાડો   મારે   પણ પીવી  છે ગઝલ

જનાજો ઉપાડવા લાવજો એમને પણ સો.પી
મારે   એને   પણ     સાથે   લેવી  છે   ગઝલ

*સોલંકી પિયુષ*

No comments:

Post a Comment