Saturday, 4 November 2017

ગઝલ

ભલે ને તમારી નજર પારખું છે,
છતાં યાદ રાખો જગત સાબદું છે.

અસલ જિંદગીનો નશો કેમ કરવો?
અમારી કને તો ફક્ત ચાખણું છે.

નથી કાઈ તારું, નથી કાઈ મારું,
હવે જે બચેલું બધું આપણું છે.

તમે રાત પડતા પરત આવશો ને?
અમે સાવ ખુલ્લું મુક્યું બારણું છે.

હતી એક ઈચ્છા, મરણ થાય પેલા, 
બને તો જગતને મળી ભેટવું છે.

બહુ મારે છે ચોતરફ એ કુદાકા, 
બધાની જ અંદર સુતું વાંદરું છે.

અમારે તો આથી વધારે ખપે શું?
તમે સ્મિત આપો છો એ પણ ઘણું છે.*

….પ્રશાંત સોમાણી

તરહી પંક્તિ :- કવિશ્રી મનહરલાલ ચોકસી

No comments:

Post a Comment