Saturday, 4 November 2017

ગઝલ

.....................ગઝલ...................

હલકા માણસ જ અફવા ઉડાડ્યા કરે છે.
રખડતાં કૂતરાં આમ પણ ભસતાં રે છે.

રામ,રાવણ,હરિશ્ચંદ્ ની જેમ હું તું -
સૌ જવાના , પછી શાને ટે ટે કરે છે.

જાતને ભૂલી માણસ સ્વને શેઠ માને,
લોકો સાચે જ મનથી પીડાઈ મરે છે.

મનમાં તો પાપના હોય થેલા ભરેલા,
મંદિરોમાં જઈને પ્રસાદી ધરે છે.

થોરના ભારથી થોર ઝૂકી જ જાશે
સત્ય હંમેશાં સતને જ જઇ ને વરે છે.

ખત્મ કરવાની સગવડમાં છે એ"વિજય"ને
પણ ડફોડો એ તો શિવની સાથે ફરે છે.

કવિ વિજયકુમાર જાદવ.
30/10/2017-:08:00
છંદ:-ગાલગા ગાલગા ગાલગા ગાલગા ગા

No comments:

Post a Comment