..........આજની ગઝલ........
બસ નિરંતર હું જાગી રહ્યો છું,
સર્વ ખ્યાલોને ત્યાગી રહ્યો છું.
સાર સંસારમાં છે જ પણ ક્યાં?
પે'લથી હું વિરાગી રહ્યો છું.
છે મહોબ્બત મને માત્ર પ્રભુ સંગ,
તેથી એનો હું રાગી રહ્યો છું.
આપનારો ને લેનારો એક છે,
કોની પાસે હું માંગી રહ્યો છું.
બી'જનારો જણસ હું નથી હો,
હું તો મંજીલે ભાગી રહ્યો છું.
પડદો અજ્ઞાનતાનો હટાવ્યો,
ભીતરે હું જ વાગી રહ્યો છું.
કવિ વિજય વિજયનગરી
7:00-: 30/10/2017
ગાલગા ગાલગા ગાલગા ગા
No comments:
Post a Comment